હતું એક પતંગિયું!

patangiyu

બગીચામાં લાખો ફૂલો માંથી એક પતંગિયું કોઈ એક ફૂલ ને અમુક સમય માટે પસંદ કરે છે. પછી તે એ ફૂલ નું Nector પીને બીજા કોઈ ફૂલ પર આવી જાય છે. કઈક આવું જ થાય છે આપના જોડે, જયારે આપડું રક્ત ગરમ હોઈ છે. કા તો આપડે કોઈ નું ફૂલ બનીએ છીએ, કા તો આપડે કોઈ નું પતંગિયું!!

વિચાર્યું, આજે હેતુ’સ ને હેત ની (પ્રેમ ની) એક સરસ વાત જણાવું!!!

આમ તો આપડે બધા ક્યારેક કોઈ નું પતંગિયું, કાં કોઈ નું રંગીલું ગુલાબ જરૂર બનિયા હશું. હું, આ વાત માં થોડો ભાક્શાળી! કારણ, બહુ બધી વાર ફૂલ – પતંગિયા બનવાનો મૌકો મળેલો. પણ, નસીબ એવાને કે લાગે હવે મંઝીલ પર પહુચી’જ ગયો છું, ત્યારે’જ – કાં તો મંઝીલ બદલાય જાય, કાં તો રસ્તો ભૂલી જવાય.

પણ, તમને મારું સૌથી યાદગાર પતંગિયાપણું કહું! કારણ કે, જો બધા કહીશ તો, ખબર નહિ તમે મને શું કહી ને બોલાવશો. 😉

હું પતંગિયા ની જેમ એક બાગ થી બીજા બાગ ભટકતો; મનમાં એક’જ ધ્યેય – પસંદનું ફૂલ શૌધી વિસામો લેવો. ભટકતા ને ભટકતા અમુક ફૂલો સાથે મુલાકાત થાય, પણ કોઈ પસંદ ના આવે. કોઈ ફૂલ સામે થી આવે, કોઈ ફૂલની સામે હું ખુદ જાવ. પણ એ વાત નહિ! આવામાં મારાં નયન એક નરમ – કોમલ – શ્યામ ફૂલ પર પડ્યું. અને હું ઉડતો ઉડતો થાંબલા જોડે અથડાઈ, પડી ગયો.

હવે વાત એ ફૂલ ની! ભાઈયો, તમારી અને ભવિષ્યમાં મારી પણ એ ભાભી થશે એટલે થોડું જાળવી ને હો 😛

વાળ વાંકડીયા, પણ સોનાના ધાગા જેવા! આંખો મોટી, પણ મોતી જેવી! નાક નાનું, પણ ગુલાબી! ગાલમાં ખાડા જરૂર પડતા હતા, પણ આ ખાડા મને જરા પણ નડતરરૂપ ન હતા. ઉપર ના હોઠ ની ડાબી તરફ એક નાનું એવું કાળું તલ હતું. બહુ ધ્યાન થી જોયે ત્યારે દેખાઈ, પણ આપડી આંખો માટે તો એક દ્રષ્ટિ’જ કાફી છે. હે ને! એ તલ હતું કે મારો પ્રવેશ દ્વાર એ આજ સુધી મને નહિ સમજાયું! જયારે એ બોલતી તો હોઠ ની જોડે જોડે એ તલ પણ થોડું કલરવ કરતુ. આવાજ માં મને સંગીતના સાતે’ય સુર સંભળાતા. શું કરું દિલમાં’જ guitar જો વાગવા લાગતું. રૂપ એવો કે હિમાલય પણ શરમાઈ જાય. એની સામે હું તો પતંગિયું!

હેતુ’સ! હું ત્યારે ૯ માં ધોરણમાં અભ્યાસ કરતો હતો. પણ આ તો પ્રેમ – ગમ્મે ત્યારે ગમ્મે તે સમય પર દિલ નો દરવાજો ખખડાવી દે. મૈ એ ફૂલ સાથે મિત્રતા કરી, મારો પ્રેમ જરૂર વ્યક્ત કરેલો. તેને થોડો સમય માંગ્યો અને જેમ ફિલ્મો માં સંવાદો હોઈ છે તેમ કેહેલું કે, “જરૂર! તારા આ જવાબ માટે હું મારી આખી જીંદગી તારા કદમો માં કુરબાન કરું છું”. એવું તો કેહેલું મૈ! તેને જવાબ જેવો આપ્યો, એવો’જ હું પતંગિયા થી ફૂલ બની ગયો. મારી ખુશીના ઠેકાણા ન રહયા અને એ પ્રિય ફૂલ ની આજુ-બાજુ, જોડે-સજોડે, સુતા-ચાલતા…બસ તેની’જ સાથે મારો ભેટો રેહવા લાગ્યો.

અમે પ્રેમમાં મોટા થતા, ઉચ્ચા આવતા, અને સાથે સાથે ક્યારેક જગ્ડતા પણ ખરાં. તે મને જોઈ ને માલ્કાતી તો મૈ તેના મલ્કાપન થી થોડો વધારે’જ પ્રભાવિત થઇ જતો. નિશાળનાં દોસ્તો થી લઇ શિક્ષક સુધીનાં બધા ને આ પ્રેમની ભાન હતી. અમે જાણીને પણ અજાણો કરી બન્ને એક બીજા પર ધ્યાન કેન્દ્રિત રાખતાં. એક વાર તો બન્ને એ હાથ પર એક બીજા નાં નામ પણ કોતરી પાડેલા. ખૂન નાં ટીપા પડતા રહીયા, પણ હું તેની સામે જોતો રહયો અને તે મારી. બન્ને ને દર્દનો નહિ એહસાસ, નહિ કોઈ પીડા. બસ, મન માં એક રટ. મારા હાથ પર એનું નામ અને એના હાથ પર મારું! દર્દ એ પણ રસ્તો બદલી નાખેલો; અમારો એવો તો હતો પ્રેમ!!

કેહવાય છે ને કે, ખુશી ની કોઈ પાક્કી દોસ્ત તો એ…ઉદાસી. કઈક આવું’જ બન્યું અમારા જોડે. સંજોગ, નસીબ કે પછી ભૂલ; અમે છુટા પડ્યા. બન્ને નો ભેટો હવે એક-બીજા જોડે નહિ પણ દર્દ સાથે થયો. આ એ’જ ડરપોક દર્દ હતું કે જે એક ટાણે અમારો પ્રેમ જોઈ નાસી ભાગતું. અલગ થયા પછી મૈ એક વાર વાત કરી. પ્રેમની ભાવના છુપાવી, સાધારણ દોસ્તનાં સ્વર એ વાત કરી. વાત કરવાનું એક’જ કારણ હતું. શું તે દુખી છે? શું તે દર્દ અનુભવે છે? શું તે જીંદગી પેહલા જેવું જીવતા ભૂલી ગઈ છે? શું કરે છે એ….બસ આ’જ સવાલો ના જવાબો જાણવા હતા. મૈ ખુદ, સવાલો નાં જવાબો પણ તૈયાર કરેલા.

ફોન કરેલો એટલે અવાજ સંભળાયો…હેલ્લો! અવાજ થી’જ મને ખબર પડી ગઈ કે આ એ’જ છે. મારું ફૂલ! પણ…પણ આજે એ અવાજ એ એની મિઠાસ દબાવી દીધી હતી, એ અવાજ થોડો ખોખરો અને અસ્પષ્ટ લાગતો હતો. જે અવાજ માં નીખારસતા અને રમતીયાપનું હતું એ’જ પીઢ અને કંટાળાજનક બનતો જણાતો હતો. ટુંકમાં મને મારું ફૂલ – ખીલેલું થી મુર્જાયેલું સ્પષ્ઠ દેખાયું. સ્વભાવિક છે, કે મારા હૃદય માં આંસુ સમાવા મુશ્કિલ હતા એટલે જેવા આંખો માંથી ટીપા પડવાનું શરૂ થયું એ પેહલા મૈ આંસુ રોકી ને વાત આગળ વધારી!

એક દમ ફોર્મલ વાત થઇ શરૂવાતમાં. જેમ-જેમ વાત આગળ વધતી ગઈ, તેમ-તેમ તે ખીલતી ગઈ. પછી ધીરે રહી ને મૈ મારી મૂળ વાત મૂકી. સવાલ પૂછવાની તાકાત ન રહી હતી કારણ કે ખબર પડી ગઈ હતી – તેના હેલ્લો થી’ જ – કે જો હું સવાલ પૂછીશ તો જવાબ માં મને એનું રુદન મળશે અને પછી મૈ પણ ઢીલો પડીશ. એટલે’જ મૈ થોડું મગજ ચલાવી વાત શરૂ કરી દીધી!!!

– “તને ખબર છે કે,…..

તું ગઈ પછી થોડા દિવસ મને સમજ ન રહી કે શું કરવું, ક્યાં જવું, કૌને કેહવું. જીંદગી એ નાના સમય માં બહુ મોટો વળાંક લઇ લીધો હતો. પણ મારી એકલતા અને દર્દ દુર કરવા મૈ ખુદ ને બદલ્યો. આજે જયારે મૈ કોઈ દુખી ને જોવ છું તો તેના જોડે બેસી આપણાં અમુક કિસ્સાઓ કહું છું. સાંભળી, જયારે એ પાત્ર હંસે છે, તો તેને જોઈ હું પણ હસવા લાગુ છું”.

– સામે થી અવાજ આવે છે, “સારું!”

ફરી હું બોલું છું, “તને ખબર છે કે,……

જયારે પણ એ સ્થળ, મંદિર, રેસ્તૌરેન્ત કે પછી કોઈ એવી જગ્યા એ જાવ જ્યાં આપડી ક્ષણો બંધાયેલી હોઈ, તો બીજો વિચાર કરિયા વગર, કોઈ પ્રેમી પંખીડા ને જોઈ મનમાં જ બોલું છું કે ભગવાન આ બંધન ને સલામતી આપે. આવું વિચારી ને એવું પણ મનમાં થાય કે જેમ હું કોઈ માટે વિચારું છું એમ કોઈક મારા માટે પણ વિચારતું હશે. અને મારો ચેહરો આ’જ વિચાર થી થોડી સ્મિત ફેકતો થઇ જાય છે.

– સામે થી અવાજ આવે છે, “સારું!”

થોડી પછી ભણતર ની વાત કરી, મૈ ફોન રાખ્યો. હા! તેના “આવજો” માં અવાજ જરૂર ખીલીયો હતો. હું સમજી ગયો કે તેના “સારું” માં એ સમજી ગઈ હતી કે હું એને ફરી ખુશ જોવા ઇચ્છુ છું. હું એને ફરી થી નાચતી, ગાતી, ફૂદક્તી, રમતી કરવા ઇચ્છુ છું. હું એને ફરી ખીલતી જોવા ઈચ્છું છું. એટલે’જ! મારો ફોન નું કારણ માત્ર ને માત્ર એક’જ હતું કે, જેમ મૈ મારું દુખ બીજા ને ખુશી આપવામાં દુર કરું છું, એ વાત એ પણ સીખે, અને અમલ કરે.

સારું, ત્યારે મારા હેતુ’સ! આ ગુજરાતીમાં મારું પેહલું લખાણ છે એટલે હાથ જોડું છું કે ખોટી જોડણી, વાક્ય-રચના માટે માફ કરશો.

NOTE: The Same HETU, “coming soon” in English, too! So, not to worry. BE HAPPY!

આભાર – ૧૦ મીન. નો કીમતી સમય હેતુ’સ પર ફાળવી ને!
^9C6797BB1AC468F2B7391300C4671ADCE89AFBD161861E4EB0^pimgpsh_fullsize_distr
E-MAIL: het_vaghela@yahoo.com

 

 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s