…અને જાણ હોવાં છતાં અમે અજાણ બન્યા!

અમુક વાર આપળને ચોક્કસ ખાતરી હોઈ છે કે, “આ” કરવાથી કોઈ ફાયદો કે કોઈ લાભ નથી, તો પણ આપડે એ કરીને’જ રેહીયે છેએ. કારણ કે, એ સમય એ આપના લાભ કરતા આપની લાગણી વધારે મહત્વ ની થઇ જતી હોઈ છે. ઠંડીની ઋતુમાં ઠંડી-પીના ન પીવાય – આ વાતની જાણ હોવા છતાં જયારે પોતાનો છોકરો ઝીદ પકડે છે ત્યારે માં-બાપ તેની સામે હાર માની ને ન કરવાનું કરી’જ લે છે. કારણ ક, માં-બાપ થી એ છોકરા ના આંસુ નથી સહન થતા. નાનપણની વાત જવા દઈએ, મોટા લોકો પણ સમજી ને નાસમજ જેવું કરે છે, જયારે તેમની ભાવના નું જોર, વાસ્તવિકતા થી વધારે હોઈ છે.

લાગણીનું બીજું નામ પ્રેમ“. જો તમે સામા પાત્રને પ્રેમ કરતા હશો તો લાગણી તો આવાની ને આવાની’જ.

હું મારા એન્જિનિયરિંગના બીજા વરસમાં હતો. નાનપણ થી’જ ચંચલ એટલે ઉકળતા લહુંની ઉંમરમાં મને ફરવાનો જબરો રસ. શુક્રવાર, શનિવાર, સોમવાર – આ ત્રણ દિવસ કોલેજમાં રજા હતી, એટલે અમે ૫ દોસ્તોની ટોળકી, બિસ્તરા-પોટલા બાંધી ગોઆ ફરવા ચાલ્યા ગયા. ગોઆ મારા દિલ થી ખુબ નજીક છે. તેની કુદરતી સુંદરતા મારા મનને શાંતિ આપે છે. મને તમે “ગોઆનો આશિક” કહી શકો! ગોઆ વિષે એક બ્લોગ નહિ, પણ આખે-આખી લાઇબ્રેરી ઉભી કરી શકું એટલી હદએ મને એ સ્થળ પસંદ છે. આવતા સમય એ જરૂર ગોઆ વિષે લખીશ, પણ અત્યરે તમે માની લો કે, હું મારા બીજા ઘરે જતો હતો. ગોઆ પહોંચતા’જ અમે દોસ્તો અમારી પસંદીતા સ્થળે નીકળી ગયા. બાગા, અંજુના અને વેગાતોર. અમે અમરી મૌજમાં હતા. સાચું કહું તો શાંતિ મળતી હતી ગોઆમાં મન મૂકી ફરવાની!

રાત પડતા અમને ૫ મિત્રો મુંજાયા કે હવે કઈ જગ્યા એ જવું. કાસીનો જવું, કે પછી ક્લબ. બીચ પર રેહવું કે પછી ઘુવડ બની ગોઆની સફર કરવી. આવામાં અભીએ (મારો મિત્ર) કીધું કે ચલો અંજુના માર્કેટ જઈએ; નાચ્સું – પીસુ – રખદશું! અને અમારે જ જોતું હતું એ મળી ગયું. હીરો બની અમે ચાલ્યા અંજુના.

ત્યાં નું વાતાવરણ રંગીન હતું…કુદરતી તો ખરું’જ પણ આ તો તેના થી પણ વિશેષ. વિદેશીયોની ટોળકી, સુંદર છોકરીઓ, બિએર, મુસિક એ મૌહૌલ બનાવી દીધેલું. એવામાં મારી નજર એક વિદેશી છોકરી પર ગઈ. તે નશા માં નાચતી હતી, મુસિકના બેઅત્સ પર. જાને મોર વરસાદ માં નાચે તેમ તે પણ ખીલીને નાચતી હતી. મારી નજર ત્યાં’જ સ્થિર રહી ગઈ. મારી તેની જોડે વાત કરવી હતી પણ કેવી રીતે એ પ્રશ્ન હતો! મારે તેના જોડે નાચવું હતું પણ કેવી રીતે એ પ્રશ્ન હતો! એટલા માં મૈ સંભાળયું: “Excuse me, May I have a ciggerate please!” અવાજ સાંભળતા’જ મને લાગ્યું કે આ એ’જ છે. મૈ મારી ciggerate આપી. એ હસી અને બોલી કે તેને આધી ફૂકેલી નહિ, પણ નવી જોઈએ છે. મૈ ciggerate આપી બોલ્યો: “Don’t you think that we should shake our legs and burn the dance floor?”

એ હસી પડી. એ હસી એ મને પીધા વગર નશો કરવી દીધો. એને યેસ એક વાર કહયું, ૨ વાર કેહ્યું પણ મૈ એની હસી માં’જ મંત્રમુગ્ધ બની ગયેલો હતો. છેવટે તેને મને હલબલાવી કીધું: “let’s do it, my innocent bowy!” અમે મુસિક પર નાચવા લાગ્યા. હું એના નશા માં ડૂબતો ગયો. તેના હાથ મારા ખભા પર આવ્યા. મારા હાથ તેની કમર પર ગયા. ખબર નહિ કેમ પણ મને એના વગર બીજું કોઈ આંખોની સામે નહતું આવતું. તે મારો હાથ પકડી મને પાર્કિંગ માં લઇ ગઈ. મૈ જતો રેહ્યો કારણ કે, તેરી ભૂરી આંખોમાં મને તેનો મારા પ્રત્યનો પ્રેમ ચલ્કાતો નજર આવતો હતો.

પાર્કિંગ એ પૌચતા એ મારી બાહો માં આવી મને સમૂચ કરવા લાગી. મૈ પણ તેનો પ્રતિસાદ આપ્યો. તેને શાયદ નશા નો હોશ ના હતો અને મને તેનો! થોડી વાર પછી અમે છુટ્ટા પડ્યા. એને મારી સામે જોયું અને સ્મિતપણે બોલી: “Don’t worry about the kiss, my innocent Bowy!” હું હસી પડ્યો. એને મને પ્રેમથી ગળા પર હાથ મૂકી ફરી પોતાની બાહોમાં ખીચી લીધો. ફરી એ સમૂચ કરવા જતી હતી, ત્યાં’જ મૈ તેને રોકી અને આ એટલું જલ્દી એટલી નજીક આવાનું કારણ પૂછ્યું! તે ફરી હસવા લાગી, ખબર નહિ કેમ? પણ તેને હું કઈ પણ કહું તેના જવાબ માં તે હસવા જ લગતી. એને જવાબ આપ્યો કે એનો boyfriend છેલ્લા ૩ વરસ થી ગોઆ જોડે આવતા. આ વરસ તે એકલી આવી હતી કારણ કે તેના boyfriend નું કાર અકસ્માતમાં નિધન થઇ ગયું હતું. હા, આ બોલતા તેની આંખ જરૂર ભીની થવા લાગી હતી. મને ખીલતો સમુદ્ર ત્સુનામીમાં તણાતો દેખાવા લાગ્યો હતો. એટલે મૈ તેને બોલતા રોકી અને ગળે લઇ લીધી. તેના માથા પર કિસ કરી મૈ કીધું કે, “હું માફી માંગું છું તમને તમારું ભૂતકાળ યાદ દેવડાવા બદલ”. એટલું બોલી હું ચાલતો થયો. ૫ ડગલા દુર ગયો હતો ત્યાં તે બોલી, “I need you!”.

મારી આંખોમાં આંસુ હતા, મૈ રફતાર થી તેને પાસે જીઇને ગળે પડી ગયો. તે રડવા લાગી અને ખબર નહિ કેમ મને પણ રડવું આવી ગયેલું. એ બોલી કે તે તેના boyfriend ને “my innocent bowy ” કરી બોલાવતી! આના થી ખબર પડી કે અમારી મુલાકાત માં કેમ તે મને આ કહી બોલાવતી હતી. My innocent boy બોલી એને ફરી એક વાર સમૂચ કરી દીધી. આ વક્તે મૈ પણ સામે કરી.

એટલા માં મારા મિત્રો આવ્યા અને મારે જવાનું થયું. તેને શાયદ મારા વર્તન થી સમજાઈ ગયું કે હવે છુટા પડવાનો સમય આવી ગયું. હું હજુ કઈ કહું એ પેહલા તે બોલી “Thank you for bringing back…my moments” અમે વચન આપ્યું કે એક બીજાના સંપર્ક માં રેહશું અને પછી હું ત્યાં થી રવાના થયું. તે see you soon બોલતી બોલતી હસતી પણ હતી અને જોડે જોડે આંખો માંથી આંસુ પણ ટપકાવતી હતી. મારી નજર તેના ચેહરા પર એ’જ સ્થિર રહી.

મૈ વિચાર્યું શું મૈ ખોટું તો કઈ નથી કરીયું ને!! શું મૈ કોઈ ની ઝીંદગી તો નથી બગાડી ને! પણ મારી વિચારધારા નો એક એ’જ જવાબ હતો…તેની હસી. આમ અમે જાણ હોવાં છતાં અજાણ બન્યા!

Thank you – for having 5 min read

By Het Vaghela

Marketer by profession | Writer by heart | Creative by deeds | Innovator by views

Leave a comment

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s